સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમા નીચેના ભીંતચિત્રોને લઈને વિવાદ થઈ રહ્યો છે. જોકે બે દિવસ પહેલા હર્ષદભાઈ ગઢવી નામના વ્યક્તિ દ્વારા પ્રતિમા પાસે જઈને ભીંતચિત્રો પર કાલો રંગ લગાવીને કુહાડીથી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં મંદિરમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવકને ફરિયાદી બનાવાતા હવે નવો વિવાદ સામે આવી રહ્યો છે.