કોરોના સંકટ વચ્ચે દેશભરમાં લાગુ લોકડાઉનમાં કેન્દ્ર સરકાર દ્વારા અમુક શરતો સાથે ધંધા-રોજગાર શરૂ કરવાની મંજૂરી બાદ રાજ્ય સરકારે પણ આજથી દુકાનો શરૂ કરવાની મંજૂરી આપી છે. શહેરની બહાર ઇન્ડસ્ટ્રીઝ, માર્કેટિંગ યાર્ડ સહિત આજથી કન્ટેન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં દુકાનો શરૂ કરવાની શરતોને આધીન મંજૂરી આપવામાં આવી છે. ત્યારે મહેસાણાના ઊંઝા ખાતે માર્કેટિંગ યાર્ડમાં 1600 ઉપરાંત લાઇસન્સ ધારક વેપારીઓ દ્વારા પ્રિમાઇસીસ બહાર વેપાર શરૂ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત મળતી વિગત અનુસાર મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવેલ એશિયાની સૌથી મોટી APMC યાર્ડના 1600 વેપારીઓએ એવી બજાર શરૂ કરી કે લોકો ક્યાંય ભેગા નહીં થાય. ઊંઝા માર્કેટ યાર્ડના 1600 ઉપરાંત લાઇસન્સ ધારક વેપારીઓ દ્વારા માર્કેટ બહાર વેપાર શરૂ કરવામાં આવ્યો છે.
જેમાં APMCના વેપારીઓ દ્વારા પોતાના ગોડાઉન ઉપર ડાયરેકટ માલની ખરીદી કરવામાં આવશે. ત્યારે ઊંઝા APMCમાં આજથી રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન કરાવનાર ખેડુતનો માલ બીજા દિવસે વેપારીઓ દ્વારા સીધો ખરીદ કરવામાં આવી રહ્યો છે. આમ લોકો માર્કેટ યાર્ડમાં આવશે નહીં પરંતુ ગોડાઉન પરથી જ ધંધો થશે.