ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. આ દરમિયાન અનેક જગ્યાએથી બબાલના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. જૂનાગઢમાં વોર્ડ નંબર-8 માં પરિણામ બાદ પથ્થરમારાની ઘટના સામે આવી છે. પથ્થરમારામાં પાંચ લોકો ઈજાગ્રસ્ત થયાં છે. કોંગ્રેસના વિજય સરઘસ દરમિયાન પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યું છે. હાલ, પોલીસે સમગ્ર મામલો થાળે પાડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. વળી, બીજીબાજુ મોરબીના વાંકાનેરમાં વોર્ડ નંબર 6માં ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફટાકડા ફોડવાની બાબતે બબાલ થઈ હતી.