ગુજરાત પવન-ઉર્જાના ઉત્પાદનમાં આ વર્ષે દેશમાં બીજા નંબરે પહોંચ્યું. અગાઉ ચોથા નંબરે હતું. પણ 2016-17માં ઉત્કૃષ્ટ પ્રદર્શનના પગલે મહારાષ્ટ્ર,રાજસ્થાનને પછાડી ગુજરાત આગળ વધ્યું. મિનિસ્ટ્રી ઓફ રિન્યૂએબલ એનર્જીના રિપોર્ટ મુજબ ગુજરાતે પવન-ઉર્જામાં ગયા વર્ષે 1,275 મેગાવોટનો વધારો કર્યો. ગયા વર્ષે તામિલનાડુ 7,875 મેગાવોટની ક્ષમતા સાથે દેશમાં અવ્વલ રહ્યું, જ્યારે ગુજરાત 5,259 મેગાવોટ સાથે ગુજરાત બીજું રહ્યું.