અમદાવાદ જિલ્લાના ધંધુકા અને બોટાદ જિલ્લાના બરવાળામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સોમવારે સવારથી ઝેરી દારૂ પીવાના કારણે 26 જેટલા લોકોના મૃત્યુ થતા ખળભળાટ મચી ગયો હતો. અને 47 લોકો ભાવનગરમાં સારવાર હેઠળ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાત્રે 12 વાગ્યાથી દર્દીઓ દાખલ થઈ રહ્યા છે. આ દર્દીઓ ટ્રોમા સેન્ટરમાં દાખલ છે. સિવિલ હોસ્પિટલના સપ્રીટેન્ડન્ટ ડો. રાકેશ જોષી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમણે દર્દીઓને જરૂરી સરવાર અને અન્ય મેડિકલ જરૂરિયાતો તાત્કાલિક પૂરી પાડવાની સૂચના આપી છે. આ મૃતકોમાં બરવાળાના 17 લોકો અને ધંધુકાના 9 લોકો સામેલ છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે અને આ આંકડો વધવાની ભીતી સેવાઈ રહી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નારોલ વિસ્તારની એક ફેક્ટરીમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન આ ઘટનાના મુખ્ય સૂત્રધાર રાજુ નામના ઈસમની ધરપકડ કરવામાં આવી છે. આ રાજુએ બરવાળાના બુટલેગર સંજયને 15 હજારમાં કેમિકલ આપ્યું હતું.