Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  •  

    પ્રિય ચિરાગ,

    આજે તને ગયે એક મહિનો થયો. છતાં, તારા નામની આગળ સ્વર્ગસ્થ લગાડતા જીવ નથી ચાલતો. જીવ મૂંઝાય પણ છે, તારા અપમૃત્યુનું રહસ્ય હજી ઉકેલી નથી શકાયું. દુનિયા, ચેનલો અને છાપાં કોઈ ફરક વગર એની રફતારે ચાલે રાખે છે. જાણે કઈ બન્યું જ નથી. તારા પરિવાર સિવાય કોઈને કઈ ફરક નથી પડ્યો તારા જવાથી. તારા પરિવારના દુઃખની કલ્પના પણ થઇ શકે એમ નથી. એમણે જવાનજોધ દીકરો ગુમાવ્યો છે અને મહિનો વીતી જવા છતાં, એમણે એ પણ ખબર નથી કે આમ બન્યું કેવી રીતે? એ લોકો તો એમ જ માને છે, કે તારી નિર્મમ હત્યા થઇ છે, પણ પોલીસ કહે છે, કે આ આત્મહત્યા પણ હોઈ શકે. જો કે પોલીસ પોતાની થીઅરીના કોઈ સજ્જડ પુરાવા કે કારણો પણ નથી આપતી, કે નથી તપાસનું કોઈ સ્ટેટસ જણાવતી.

    તારા સાથી પત્રકારો તરીકે અમારી ચિંતાનો વિષય આ જ છે. જે થઇ ગયું એને તો બદલી શકાવાનું નથી, પણ કામ સે કામ, તારી જો હત્યા થઇ હોય, તો એના હત્યારા પકડાય અને જો આત્મહત્યા હોય, તો તને આત્મહત્યા માટે મજબુર કરનાર પકડાય, ગુનેગારોને સજા થાય અને તને તથા તારા પરિવારને ન્યાય મળે. પોલીટીકલ પ્રેશર હોય, મીડિયામાંથી પ્રેશર હોય કે કોઈ અન્ય કારણ, પોલીસ તપાસ આ કેસમાં સૌને પહેલેથી જ ભેદી રીતે ધીમી અને અનિર્ણાયક લાગતી હતી. જેને કારણે જ અમદાવાદના મિડીયાકર્મીઓએ વસ્ત્રાપુર લેક પર કેન્ડલ માર્ચ કરી. જેના પ્રેશરથી તપાસ સ્થાનિક પોલીસ પાસેથી લઈને ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ. જો કે એનાથી પણ તપાસમાં કોઈ વેગ ન દેખાતા, રાજ્યભરના મિડીયાકર્મીઓ વસ્ત્રાપુર લેક ખાતે એકઠા થયા. જેમાં ચીરાગને ન્યાય માટે એક ‘પત્રકાર સુરક્ષા સંકલન સમિતિ’ બનાવાઈ તથા એ પણ નક્કી થયું, કે ચિરાગને ન્યાય તથા પત્રકાર સુરક્ષા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ૧૫મી એપ્રિલે એમના અનુકુળ સમય અને સ્થળે એક આવેદન પત્ર આપવું. મુખ્યમંત્રીનો સમય લેવાની જવાબદારી અમારામાના જ એક વરિષ્ઠ પત્રકારે લીધી.

    ખરી મઝાક હવે શરુ થઈ. અમે જેને એક સરળ ઔપચારિક કામ માનતા હતા, તે અઘરું નીકળ્યું. વારંવારના પ્રયત્નો છતાં, મુખ્યંત્રી/એમની ઓફીસ તરફથી મળવાનો સમય નાં મળ્યો. મુખ્યમંત્રી પ્રચારમાં બહાર સૌરાષ્ટ્રમાં હોય, તો ૧૫મીએ રાજકોટના અમારી સમિતિના એક બીજા પ્રતિનિધીએ એમને મળીને આવેદન પત્ર આપવા માટેનો સંદેશો મોકલ્યો. એ પણ બહેરા કાને અથડાઈને પાછો આવ્યો. ગુજરાતની સંવેદનશીલ કહેવાતી અથવા કહેવાતી સંવેદનશીલ સરકારના મુખીયાએ મળવાની તો ઠીક, આટ આટલા સંદેશા બાદ ફોન પર વાત કરવાનું સૌજન્ય પણ ન દાખવ્યું.

    મુખ્યમંત્રી સવારે ઉઠી, કુદરતી ક્રિયાઓમાં સમય ફાળવે છે. ચુટણીલક્ષી મીટીંગો કરે છે. પ્રચાર દરમ્યાન નેતાઓથી માંડીને પ્રબુદ્ધ નાગરિકો અને આલતુ ફાલતુ લોકોને પણ મળે છે. ચુંટણી પ્રચારની સભોમાં લાંબા લાંબા ભાષાણો આપે છે. દરેક ચેનલોને ઈન્ટરવ્યુ આપે છે. ટીવી પત્રકારોને બાઈટ પણ આપે છે. વિસાવદર જેવી દૂરની જગ્યા સુધી જઈ, સભામાં દોઢ હજારને બદલે દોઢસો લોકો જોઈ, સભા કર્યા વગર પાછા આવે છે. આ બધા માટે મુખ્યમંત્રી પાસે સમય છે, પણ એમના રાજ્યના એક પત્રકારની મોત માટે બીજા પત્રકારો સાથે વાત કરવાનો એક મીનીટનો સમય મુખ્યમંત્રી પાસે નથી.

    એટલે, નાં છુટકે, એમને રૂબરૂ મળીને આપવાનું ચિરાગને ન્યાય અને પત્રકાર સુરક્ષા માટેનું આવેદન પત્ર અમે સોશિયલ મીડિયા પર એમને જાહેરમાં આપીએ છીએ. ભાજપનો સોશિયલ મીડિયા સેલ એની અવ્વલ કામગીરી માટે વખણાય છે. એ જરૂર તમને પત્રકારોની આ લાગણી – આવેદન પત્ર તમે હશો ત્યાં ત્વરિત લાકડીયા તારની જેમ પહોચાડશે.

    ગુજરાત રાજ્ય પત્રકાર સંકલન સમિતિ

    GUJARAT CO-ORDINATION COMMITTEE FOR JOURNALISTS

    પત્રકારોની સુરક્ષા અંગે ગુજરાતના પત્રકારોનું ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર

    ૧૫ એપ્રિલ ૨૦૧૯

    પ્રતિ

    માન.શ્રી વિજયભાઈ રૂપાણી

    આદરણીય મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્ય,

    ગાંધીનગર

    માનનીય શ્રી વિજયભાઈ,

    કુશળ હશો.

    છેલ્લા ઘણા સમયથી ગુજરાતના પત્રકારો પર થઈ રહેલા હુમલાઓથી અમે સૌ પત્રકારો ચિંતિત છીએ. તાજેતરમાં પત્રકારો પરના હુમલાની ઘટનાઓ આપણા ધ્યાને આવી જ હશે અને આ આવેદનપત્ર મારફત અમો પણ આપના ધ્યાને આવી ગંભીર બાબતને મૂકીને તત્કાળ યોગ્ય પગલાં લેવાનો આગ્રહ કરીએ છીએ.રાજ્યમાં પત્રકારો પોતે જ અસુરક્ષિત હોય ત્યારે તેઓ મુક્ત રીતે પોતાની ફરજ બજાવવામાં કેવી મુશ્કેલી અનુભવે એ આપ સમજી શકો છો.

    ગુજરાતમાં પત્રકારો પર વધતા જતા હુમલાઓ અને પત્રકારોને અપાતી ધમકીઓના વધેલા બનાવોને અમે અખબારી આઝાદી માટે જોખમી લેખીએ છીએ એટલે આવા કેટલાક બનાવો આપના ધ્યાને મૂકવાનું પસંદ કરીએ છીએ:

    (૧) આવા બનાવોમાં સૌથી વધુ ગંભીર બનાવ ટીવી૯ના પત્રકાર ચિરાગ પટેલના શંકાસ્પદ મૃત્યુનો છે. તા.૧૬-૦૩-૨૦૧૯ના રોજ ચિરાગની લાશ સળગેલી હાલતમાં કઠવાડા વિસ્તારમાથી મળી હતી.. લગભગ એક મહિનાનો સમય પસાર થઈ ગયો હોવા છતાં પોલીસ તપાસ તેના પરિવાર કે અમારા માટે સંતોષજનક નથી.

    (૨) વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા હમણાં સ્થાનિક પત્રકારોને ખુલ્લેઆમ ધમકીઓ અપાઇ છે.

    (૩) અમદાવાદના સરદારનગર ખાતે ફોટો જર્નાલિસ્ટ પ્રવિણ ઈન્દ્રેકર પર પોલીસ દ્વારા વર્ષ ૨૦૧૮માં હુમલો કરાયો અને અત્યાચાર ગુજારાયો હતો. આ સમગ્ર ઘટનાક્રમ પોલીસની ભૂમિકા શંકાસ્પદ રહી છે.

    (૪) ૨૦૧૬માં જૂનાગઢના પત્રકાર કિશોર દવેની હત્યા એમની કચેરીમાં જ કરવામાં આવી હતી.

    (૫) અરવિંદ સોલંકી પર ટોળા દ્વારા હુમલો થયો હતો.

    (૬) જામનગર લાલપુરના પત્રકાર સંજય જાની પર બૂટલેગરો દ્વારા હુમલો થયો હતો.

    (૭) જૂનાગઢ તાલાલાના પત્રકાર સરદારસિંહ ઝાલા પર પણ હુમલો થયો હતો.

    (૮) અજાણ્યા શખ્સો દ્વારાપ્રેસ ફોટોગ્રાફર કિમિલ શેખ પર હુમલો કરી તેનો કેમેરા તોડીને તેને માર મારવામાં આવ્યો હતો.

    (૯) રાજકોટ ભાજપના તાલુકા પંચાયતના સભ્ય દ્વારા રહીમ લાખાણી પર હુમલો કરાયો હતો.

    (૧૦) અકિલાના પત્રકાર સુનિલ મકવાણા પર હુમલો કરાયો હતો. તેમને માથામાં ઈજા કરી હતી.

  • ૧૧) વડોદરાના પત્રકાર રૂપેશ ચોકસી પર પોલીસ દ્વારા હુમલો કરાયો
  • (૧૨) દ્વારકામાં અશોક ભાટેલીયા અને તેના ઘર પર બે વખત હુમલા થયા હતા.

    (૧૩) વર્ષ ૨૦૧૫માં અમદાવાદ ખાતે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસ દ્વારા પત્રકારો પર ૮ હુમલા કરાયા હતા.

    પત્રકારોની સલામતીની બાબતમાં સમૂહચિંતન કરવા માટે અમદાવાદના વસ્ત્રાપુર તળાવના બગીચામાં રાજ્યના પત્રકારોની એક વિશાળ બેઠક તા.૯ એપ્રિલ ૨૦૧૯ના રોજ મળેલી બેઠકમમાં લેવાયેલા નિર્ણયો અને સૂચનો આ મુજબ હતાં:

    (૧) પત્રકારોની સલામતીની બાબતમાં યોગ્ય પગલાં લેવા માટે ૧૬ સભ્યોની સંકલન સમિતિની રચના કરવામાં આવી.

    (૨) ટીવી૯ના પત્રકાર ચિરાગ પટેલની હત્યા માટે તત્કાળ પગલાં ભરવા સરકારને જણાવવું.

    (૩) પત્રકારોને વિશ્વાસમાં લઇ પત્રકારોની સલામતી માટે “પત્રકાર સુરક્ષા કાયદો” બનાવવામાં સરકારશ્રી તાત્કાલિક ધોરણે સક્રિયતા દાખવે.

    (૪) પોલીસ દ્વારા પત્રકારો સામે અલગઅલગ ખોટી કલમો લગાડીને પોતાની ફરજ બજાવતા પત્રકારોને આતંકિત કરવા માટે કેસ કરવામાં આવે છે. ખંડણી માંગવી, બ્લેકમેલ કરવા, ફરજમાં રૂકાવટ, બનાવટી પોલીસના પત્રકારો સામે કેસ કરવા અંગે ગૃહ વિભાગ પોલીસના માર્ગદર્શન માટે પરિપત્ર બહાર પાડે.

    (૫) ફિલ્ડ પર પત્રકારોને સરકાર સુરક્ષા આપે અને મુક્ત રીતે કામ કરી શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવે.

    (૬) મહિલા પત્રકારોને ફિલ્ડમાં પરેશાનીનો ભોગ ન બનવું પડે તે માટે ખાસ સલામતી આપવામાં આવે.

    (૭) જ્યારે પણ હુમલા થાય ત્યારે સંબંધિત પત્રકાર એકલા નથી, એવું ન લાગે તે માટે મદદ કરી શકે એવી કાયમી સમિતિ બનાવવી.

    (૮) દરેક જિલ્લામાં કે તાલુકા કે શહેરમાં પત્રકાર સુરક્ષા સમિતિ બનાવવી. જે રાજ્ય કક્ષાની સંકલન સમિતિ સાથે રહી સ્થાનિક સત્તાધીશો સમક્ષ પત્રકાર સુરક્ષા કાયદો લાવવાની માંગણી કરે, જેમાં સરકારી તંત્ર, ચૂંટાયેલા પદાધિકારીઓને લેખિતમાં માંગણી કરે જે ૧૬ સભ્યોની રાજ્ય સંકલન સમિતિને જાણ કરે.

    (૯) રાજ્યભરના પત્રકારોની સલામતી માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા ગાંધીનગર ખાતે તારીખ ૧૫ એપ્રિલ ૨૦૧૯ના રોજ સવારે ૮ વાગ્યે રાજ્યભરમાંથી પત્રકારોએ હાજરી આપવી.

    (૧૦) દરેક જિલ્લાની પોલીસ એડવાઈઝરી કમિટીમાં એક પત્રકાર-પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવે. તેમજ રાજ્ય કક્ષાએ પણ આવી સમિતિ બને અને એમાં પત્રકારોને પ્રતિનિધિત્વ મળે.

    (૧૧) એક્રેડિટેડ અને નોન-એક્રેડિટેડ પત્રકારોને વીમા યોજનામાં સામેલ કરવામાં આવે અને વીમાની રકમ વધારીને રૂપિયા ૫ લાખ કરવામાં આવે.

    (૧૨) સૌ પત્રકારોને “મા વાત્સલ્ય યોજના”નો લાભ મેળવવામાં રહી ગયેલી ક્ષતિઓ દૂર કરવામાં આવે.

    રાજ્યના પત્રકારોની ઉપરોક્ત ભાવનાનો આદર કરીને આપ વ્યક્તિગત રસ લઈને યોગ્ય અને તાકીદની નક્કર કાર્યવાહી કરો એવી અપેક્ષા કરીએ છીએ. એ કામકાજમાં અને પત્રકારોના હિતમાં આપ જે પહેલ કરો એમાં અમો સહકાર આપવા તૈયાર છીએ.ગુજરાતમાં પત્રકારોમાં રહેલી અસલામતીની ભાવના દૂર કરવામાં આપણે સૌ કટિબદ્ધ બનીએ.

    આભાર સહ.

    લિ. અમો છીએ,

    રાજ્યકક્ષાની પત્રકાર સંકલન સમિતિના સભ્યો,

    ધીમંત પુરોહિત

    હરિ દેસાઈ

    દિલીપ પટેલ

    પદ્મકાંત ત્રિવેદી

    ભાર્ગવ પરીખ

    ટીકેન્દ્ર રાવલ

    દર્શના જમીનદાર

    અભિજિત ભટ્ટ

    ગૌરાંગ પંડયા

    પ્રશાંત પટેલ

    જીજ્ઞેશ કાલાવડિયા

    નરેન્દ્ર જાદવ

    યુનુસ ગાઝી

    ચેતન પુરોહિત

    દીપેન પઢીયાર

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ