આજે વિધાનસભા ગૃહમાં ગુજરાતનું બજેટ રજૂ કરાયુ છે. જેમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યનું બજેટ રજૂ કર્યુ છે. કનુભાઈ દેસાઈએ સતત ચોથી વખત બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું 3,70,250 કરોડનું ઐતિહાસિક બજેટ રજૂ કરાયુ છે. વિકસિત ભારતના મિશનમાં ગુજરાતનો સિંહફાળો છે. રાજ્યમાં 3 લાખ સરકારી આવાસ બનાવવા જાહેરાત તથા કૃષિ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ ઉપર ભાર મુકાયો છે.