સમગ્ર દેશ સહિત રાજ્યમાં નવા મોટર વ્હિકલ એક્ટ મુજબના દંડના નિયમો જાહેર થયા છે. હવેથી વાહનચાલકે લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટીફીકેટ (RC) બુક, PUC સર્ટિફિકેટ ઓરિજનલ સાથે રાખવા પડશે અથવા તો ડીજીલોકર નામની કેન્દ્ર સરકારની એપમાં તે બધા જ ડોક્યુમેન્ટ્સ રાખી શકાય છે. જણાવી દઈએ કે હાલમાં ડીજી લોકર એપના કુલ 2.79 કરોડ યૂઝર્સ છે. અને આ એપની નોંધણીમાં ગુજરાત ચોથા નંબરે છે. ખાસ કરીને નવા દંડ માળખા પછી ડીજી લોકર એપ્સ ડાઉનલોડ કરવાનું પ્રમાણ વધ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડીજી લોકરમાં ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઈડી કાર્ડ, સ્કૂલ સર્ટિફિકેટ, પાનકાર્ડ, RC બુક, જાતિના સર્ટિફિકેટ, ડોમિસાઈલ સર્ટિફિકેટ વગેરે ડિજીટલ સ્વરૂપે સાચવી શકાય છે. ગમે ત્યાં, ગમે ત્યારે આ એપમાંથી ડોક્યુમેન્ટ જોઇ શકાય છે અને શેર પણ કરી શકાય છે. તેને પોલીસ પણ માન્ય રાખે છે.