ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હવે માવઠું ત્રાટકી શકે છે. માર્ચ મહિનાથી શરૂઆતમાં જ ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી કમોસમી વરસાદ કહેર મચાવી શકે છે. જાણો ઉનાળાની શરૂઆતમાં આખરે કેમ માવઠું કહેર મચાવશે. માર્ચની શરૂઆતમાં માવઠું રાજ્યમાં હાહાકાર મચાવી શકે છે. હવામાન વિભાગની ડરામણી આગાહી સામે આવી છે. આમ તો માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થઇ જતી હોય છે,પરંતુ આ વખતે માર્ચ મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે.