ગુજરાતમાં કોરોના વાયરસના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે કોરોનાને લઈ સારા સમાચાર સામે આવ્યાં હતા. જેમાં ગાંધીનગર અને ગીરસોમનાથ જિલ્લા કોરોનામુક્ત થતા સ્થાનિકો માટે ખુશીના સમાચાર હતા. ગઈકાલે રાજ્યના બે જિલ્લાઓ કોરોનામુક્ત થયા તો બીજી બાજુ 2 જિલ્લામાં આજે કોરોના વાયરસે પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી છે. વલસાડ અને તાપી જિલ્લામાં કોરોનાએ પગપેસારો કર્યો છે.
વલસાડ જિલ્લામાં કોરોનાનો પગ પેસારો થયો છે. વલસાડના ઉમરગામમાં પહેલો કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ઉમરગામ તાલુકાના ડેહલીના માંગેલવાડના 30 વર્ષના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવકની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, છતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. વાપીની જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે યુવકને દાખલ કરવામાં આવ્યો છે.
તેવી રીતે તાપી જિલ્લાની વાત કરીએ તો તેમાં આજદિન સુધી કોરોનાનો કોઈ કેસ નહોતો પરંતુ તાપી જિલ્લામાં કોરોનાનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. તાપી જિલ્લાના વ્યારા તાલુકાની માયપુર ગામની મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. હાલ મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી નથી. આમ આ બન્ને જિલ્લાઓમાં કોરોનાની એન્ટ્રી થતાં તંત્ર દોડતું થઈ ગયું છે.