સુરતના જેમ એન્ડ જ્વેલરી પાર્કની જમીન નાના ઉદ્યોગોને આપવાની માંગણી કરવામાં આવી છે. ગુજરાત હીરા બુર્સને વર્ષ 2004માં સુરતના ઇચ્છાપોરમાં 100 હેક્ટર જમીન ફાળવાઈ હતી. 14 થયા છતાં જેમ એન્ડ જ્વેલરી પાર્કનું કામ શરું ના થતાં આ જમીન ખેડૂતોને પરત આપવા અથવા નાના ઉદ્યોગોને આપવાની માંગણી કરવામાં આવી હોવાનું સુરત જિલ્લા પંચાયતના સભ્ય દર્શન નાયકે જણાવ્યું હતું.