કોરોનાને લઈ ગુજરાત હાઈકોર્ટે કરેલી સુઓમોટો અરજીને લઈ હાઈકોર્ટે 76 પાનાનો હુકમ કર્યો છે. એટલું જ નહીં, હાઈકોર્ટે ગુજરાતના અગ્રસચિવ જયંતિ રવિને પણ ચેતવણી આપી છે. અને જણાવ્યું છે કે, સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે આરોગ્ય સચિવ જવાબદાર છે. આ ઉપરાંત હાઈકોર્ટે જણાવ્યું કે, 24 કલાકની અંદર કોરોનાનાં ટેસ્ટ માટે મંજૂરી આપવી પડશે .
કોરોનાને અંગે સુઓમોટોની અરજી મામલે કોવિડ ટેસ્ટને લઈને હાઈકોર્ટે 76 પાનાંનો મહત્વનો હુકમ કર્યો છે. હાઈકોર્ટે આદેશ કરતાં કહ્યું છે કે, કોવિડ 19 ટેસ્ટ માટે કોઈપણ ફિઝિશિયન કે સર્જન મંજૂરી માંગી શકશે. અને 24 કલાકની અંદર આ ટેસ્ટ માટે મંજૂરી આપવા હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો છે. અગાઉ 48 થી 72 કલાક સુધી કોરોના ટેસ્ટ માટે મંજૂરી નહોતી મળી શકતી. જેના કારણે દર્દીઓને ભારે હેરાનગતિ ભોગવવી પડતી હતી.
આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને પણ ચેતવણી આપી છે. અને હાઈકોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું છે કે, સિવિલમાં પૂરતી સારવાર મળી રહે તે માટે આરોગ્ય સચિવની જવાબદારી નક્કી કરવામાં આવે. સિવિલમાં પૂરતી સારવાર માટે આરોગ્ય સચિવ જવાબદાર રહેશે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલને લઈને પણ હાઈકોર્ટે સ્પષ્ટ ટકોર કરતાં કહ્યું છે કે, દર્દીઓને પૂરતી સુવિધા અને યોગ્ય ટ્રીટમેન્ટ મળવી જોઈએ.