અમદાવાદની રથયાત્રાને માત્ર હવે બે દિવસ જ બાકી રહ્યા છે. શહેરમાં રથયાત્રા નિકળશે કે નહીં તેને લઈને અસમંજસનો અંત આવ્યો છે. અમદાવાદમાં રથયાત્રા પર રોક લગાવવા માટે અરજી કરાઇ હતી. આ અરજી પર હાઇકોર્ટમાં તાત્કાલિક સુનાવણી હાથ ધરાઇ હતી. ત્યારે હવે ગુજરાત હાઇકોર્ટે આ અરજી પર સ્ટે આપ્યો છે.
રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાઇ રહ્યા છે. તેવામાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાં યોજાય છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર દ્વારા યોજાનારી 143મી રથયાત્રા યોજવી કે નહીં તે અંગે કોઇ નિર્ણય લેવાયો ન હતો. ત્યારે આ રથયાત્રા પર રોક લગાવતી અરજી પર ગુજરાત હાઇકોર્ટે ઓનલાઇન સુનાવણી હાથ ધરી હતી. જેમાં આ અરજી પર હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે આ નિર્ણય લીધો છે. આ વર્ષે અમદાવાદમાં રથયાત્રા નહીં યોજાય.