ગુજરાત હાઈકોર્ટની હિરક જયંતી સમારોહ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટે જે રીતે સત્ય નિષ્ઠાથી કામ કર્યું છે તેનાથી ભારતીય ન્યાય વ્યવસ્થા અને લોકશાહી બંન્નેને મજબૂતી મળી છે.
તેમણે કહ્યું કે, આપણાં બંધારણમાં ન્યાયની જે ધારણાં રહી છે તે ન્યાય દરેક ભારતીયોનો અધિકાર છે. તેથી સરકાર અને ન્યાયપાલિકા બંન્નેનું દાયિત્વ છે કે આપણે દુનિયાની સર્વોત્તમ ન્યાય વ્યવસ્થા કાયમ કરીએ. તેમણે કહ્યું કે આપણી ન્યાય વ્યવસ્થા એવી હોવી જોઈએ જ્યાં દરેક વ્યક્તિને ન્યાયની ગેરેંટી હોય અને અંતિમ વ્યક્તિને ન્યાય મળે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આપણી ન્યાયપાલિકાએ કઠિન સમયમાં બંધારણિય મૂલ્યોની રક્ષા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, રૂલ ઓફ લો આપણાં સંસ્કારનો અધિકાર રહ્યો છે.
PMએ કહ્યું કે, કોરોનાકાળમાં પણ ન્યાયપાલિકાએ સમર્પણ દેખાડ્યું અને વીડિયો કોન્ફરન્સિંગની સુનવણી શરૂ રાખી. ભારતમાં ઈઝ ઓફ જસ્ટીસને જીવનના સ્તરને સુધાર્યું છે અને ઈઝ ઓફ જસ્ટીસ સુધરવાથી પોતાના દેશમાં વિદેશી રોકાણકારોનો ભરોસો વધ્યો છે. કોઈ પણ સમાજમાં નીતિ અને નિયમોની સાર્થકતા ન્યાયથી થાય છે.