ગુજરાત હાઈકોર્ટે સુરતની સુમુલ ડેરીમાં રાજ્ય સરકારે બે પ્રતિનિધિઓની કરેલી નિમણૂકને રદ કરાવી છે. કોર્ટે એક મહત્તવપૂર્ણ નિર્ણય આપ્યો છે. સમગ્ર કેસ ની હકીકત એવી છે કે તારીખ 18.8.2020 ના રોજ જિલ્લા રજીસ્ટ્રાર, સુરત દ્વારા રજીસ્ટ્રાર, સહકાર વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું કે સુમુલ ડેરીમાં બે પ્રતિનિધિ નીમવા જરૂરી છે તેમાં રાકેશ સોલંકી અને યોગેશ રાજપુતને પ્રતિનિધિ નીમવા માટે ની ભલામણ આવેલી છે.
આ બાબતે રજીસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા તારીખ 21.8.2020 ના રોજ કારણદર્શક નોટિસ સુમુલ ડેરીને ઇસ્યુ કરવામાં આવેલ. તેમાં સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર જવાબ આપે કે મંડળીના પેટા નિયમો અન્વયે તેઓને આ બાબતે અભિપ્રાય આપવાનો થતું નથી તથા ડેરી નું બોર્ડ હજી નિમાયું નથી. આ કારણદર્શક નોટિસ માં ચૂંટાયેલા બે સભાસદો ભરત પટેલ અને સુનિલ ગામીત દ્વારા વાંધા અરજી આપવામાં આવેલ જે રજિસ્ટાર દ્વારા નામંજૂર કરવામાં આવેલ હતી. અને રજિસ્ટ્રાર, સહકાર વિભાગ દ્વારા તારીખ 24.8.2020 ના રોજ હુકમ કરવામાં આવેલ જેમાં સરકાર ના પ્રતિનિધિ તરીકે રાકેશ સોલંકી અને યોગેશ રાજપુતની નિમણૂક કરવામાં આવેલ હતી.