2005ના જમીન કૌભાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાને રાહત આપી છે. હાઈકોર્ટે બાવળિયા સામેની FIR રદ કરવા આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે અગાઉ કુંવરજી બાવળિયાએ તેમની સામેનો કેસ રદ કરવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અંગે આજે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગૌચરની જમીન પચાવી પાડી હોવાના આરોપ સાથે 2005માં અમરાપુરાના સરપંચે કુંવરજી બાવળિયા સામે ફરિયાદ કરી હતી.