હાઇકોર્ટમાં કેસની ઓનલાઇન સુનાવણીમાં એડવોકેટ જે.વી. અજમેરા સિગારેટ પીતા પકડાયા હોવાની ચોંકાવનારી અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. હાઇકોર્ટના જસ્ટિસ એ.એસ. સુપૈયાએ એડવોકેટ અજમેરાની વર્તણૂકની ભારે ટીકા કરી હતી અને તેમને 10 હજાર રૂપિયાનો દંડ કરી રકમ જમા કરાવી દેવાનો હુકમ કર્યો છે. તે ઉપરાંત હાઇકોર્ટના રજીસ્ટ્રાર (જ્યુડિશિયલ)ને આદેશ કર્યો છે કે એડવોકેટ વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરીને 10 દિવસની અંદર તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે.
હાઇકોર્ટે એડવોકેટ સામે દસ હજાર રૂપિયાનો દંડ ઉપરાંત કાયદેસરની કાર્યવાહીનો હુકમ કર્યો છે અને કહ્યું છે કે કાયદેસરની કાર્યવાહીનો જે રિપોર્ટ તૈયાર થાય તે રિપોર્ટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને હાઇકોર્ટ બાર કાઉન્સિલને મોકલવાનો આદેશ કરાયો છે.