Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં કોરોનાની કથળી રહેલી સ્થિતિને લઇને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી ચાલી રહી છે. ગત ઓનલાઈન સુનાવણીમાં સરકારે કોરોનાની સ્થિતિ, રેમડેસિવિર તેમજ ઓક્સિજનની અછતને પહોંચી વળવામાં સરકાર સક્ષમ છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે કોર્ટે સરકાર પાસે દર્દીઓને દાખલ કરવા અને ઓક્સજિનની અછતને લઇને જવાબ માંગ્યે હતો. જેને લઇને સરકારે ગઇકાલે એફિડેવિટ રજૂ કર્યુ હતું. જેના પર આજે ઓનલાઇન સુનવણી થઇ હતી. 
આજની સુનવણીમાં પણ હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. હાઇકોર્ટે કહ્યું કે કાગળ પરની વાતો અને વાસ્તિવિક સ્થિતિ એકબીજાથઈ વિપરિત છે. અમે સરકારની કામગીરીથી ખુશ નથી. તો સાથે અનેક વકિલોએ પણ સરકારની કામગીરી અને નિયમો પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે આજે ફરી હાઇકોર્ટે સરકારને લોકડાઉન અંગે વિચારવાનું કહ્યું છે. કોર્ટે લોકડાઉન અંગે સરકારનો મત માંગ્યો છે. 
હાઇકોર્ટે શું કહ્યું?

-    છેલ્લા 15 દિવસોથી 108ની લાઇન કેમ લાગી છે? 

-    ઓક્સિજનના બાટલા લઇને લોકો લાઇનોમાં કેમ ઉભા છે?

-    આમ લાઈનોમાં બધી કેટેગરીના દર્દીને ઉભા રાખશો તો કેમ મેળ આવશે.

-    એબ્યુલન્સ મામલે પણ તમારું સ્ટેન્ડ વિરોધાભાસ છે

-    છેલ્લી સુનવણીમાં પણ આ મુદ્દા પર અમે સ્પષ્ટતા માંગી હતી, કેમ એફિડેવિટમાં કોઈ સ્પષ્ટતા નથી

-    108 એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ પર ધ્યાન આપવું જોઈએ

-    108 માત્ર ઘરે જ લેવા જાય છે. જો કોઈ હોસ્પિટલમાં દાખલ હોય અને અન્ય હોસ્પિટલમાં લઇ જવાના હોય તો કેમ 108 નથી જતી? આ સમયમાં પણ આવું             વલણ કેમ? 
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ