કોવિડને લગતો અપવાદરૂપ કેસ સામે આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટે મહિલાને તેના પતિના વીર્યના નમૂનાઓ ફ્રિઝ કરવાની મંજૂરી આપી છે. જેથી તે આઈવીએફ (IVF) દ્વારા ગર્ભ રાખી શકે. તેનો પતિ કોવિડથી પીડિત છે અને ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં છે. મહિલા અને તેના સાસરિયાઓએ ન્યાયાધીશ એ.જે. શાસ્ત્રીની કોર્ટ સમક્ષ મંગળવારે હાઇકોર્ટમાં તાકીદે સુનાવણી માંગી હતી. કોર્ટે નમૂના લેવાની મંજૂરી આપી હતી, પરંતુ કહ્યું કે, જ્યાં સુધી તે આગળના ઓર્ડર ન આપે ત્યાં સુધી સ્પર્મને પ્લાન્ટ ન કરવા. આ ચુકાદો આપતી વખતે જજ પણ ભાવુક થઇ ગયા હતા. તેમણે આ ચુકાદો માત્ર 15 મિનિટમાં જ આપી દીધો હતો.