ગુજરાતમાં છેલ્લાં 3-4 દિવસથી સતત સારો એવો વરસાદ વરસી રહ્યો છે. એમાંય હજી રાજ્યમાં આગામી 3-4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તમને જણાવી દઇએ કે રાજ્યમાં રાત્રીનાં 10 કલાક સુધીમાં 157 તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ રાજ્યમાં તાપીના ડોલવાણમાં સવા 5 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે બનાસકાંઠાના દાંતામાં અને સુરતનાં ઉમરપાડામાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. નર્મદાનાં ડેડીયાપાડામાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.