ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 470 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 409 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 14373 દર્દી સાજા થયા છે.
આજે 31 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 24, સુરત-2, સાબરકાંઠા-1, ગાંધીનગર-1, પંચમહાલ-1, મહેસાણા-1, રાજકોટ-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1313ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1066ના મોત થયા છે. રાજ્યના કુલ 21044 કેસ પૈકી 14962 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5299 એક્ટિવ કેસ છે જ્યારે 64 દર્દી વેન્ટિલેટર પર છે.