ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 477 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 321 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 13324 દર્દી સાજા થયા છે.
આજે 31 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 24, સુરત-2, સાબરકાંઠા-1, ગાંધીનગર-1, પંચમહાલ-1, મહેસાણા-1, રાજકોટ-1 દર્દીના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 1280ના મોત નિપજ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1015ના મોત થયા છે. રાજ્યના કુલ 20574 કેસ પૈકી 14631 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 5271 એક્ટિવ કેસ છે જેમાં 13643 દર્દી સાજા થયા છે જ્યારે 59 દર્દી વેન્ટિલેટર પર છે.