ગુજરાતમાં સતત કોરોનાનો કહેર વધતો જઇ રહ્યો છે ત્યારે 2 દિવસમાં 39 કોરોનાના કેસ નોંધાઇ ચૂક્યા છે. આ અંગે સોમવારે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, સુરતમાં વધુ 2 કોરોના પોઝિટિવ કેસ આવતા રાજ્યમાં કુલ આંકડો 146 પર પહોંચ્યો છે. જ્યારે વડોદરામાં એકનું મોત થતાં કુલ મૃતાંક 12 પર પહોંચ્યો છે. 2 દિવસમાં કુલ 39 કેસ સામે આવ્યા છે. 22 કોરોનાના દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ચૂક્યા છે.
જણાવી દઈએ કે, હાલમાં ગુજરાતમાં 15 વિસ્તાર હોટસ્પોટ જાહેર કરાયા છે. આ હોટસ્પોટ સુરતમાં રાંદેર, સચિન, વડોદરામાં સૈયદપુર, નાગરવાડા, અમદાવાદમાં દાણીલીમડા, બાપુનગર, રખિયાલ, જમાલપુર, હીરાવાડી, આંબાવાડી અને દરિયાપુર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે.15 હોટસ્પોટ વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવશે. હાલ સખત લોકડાઉનની જરૂર છે. કોરોના બીજા દેશોમાં જેવો ફેલાયો તેવો રાજ્યમાં ન ફેલાય તે માટે લોકડાઉનનો ભંગ ન કરીએ તેવું આરોગ્ય સચિવે ઉમેર્યું હતું.