ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 247 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 81 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 394 લોકો સાજા થયાં છે.
આજે 11 દર્દીના મોત થયા છે જેમાં અમદાવાદમાં 5, વડોદરામાં 1, સુરતમાં 4 અને બનાસકાંઠામાં 1નું મોત થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 162ના મોત નિપજ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 109ના મોત થયા છે. રાજ્યના કુલ 3548 કેસ પૈકી 2378 માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 2992 એક્ટિવ કેસ છે જેમાં 2961 દર્દી સ્ટેબલ છે જ્યારે 31 દર્દી વેન્ટિલેટર પર છે.
આજના કેસ
અમદાવાદ 197
સુરત 30
રાજકોટ 1
આણંદ 2
બોટાદ 1
ડાંગ 1
ગાંધીનગર 5
જામનગર 1
પંચમહાલ 3
વડોદરા 6