ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 230 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 31 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 313 લોકો સાજા થયાં છે.
આજે આવેલા કેસમાં અમદાવાદમાં 178, સુરતમાં 30, આણાંદમાં 8, બનાસકાંઠામાં 1, ગાંધીનગરમાં 2, રાજકોટમાં 4, વડોદરામાં 4, નવસારી, પાટણ અને ખેડામાં 1-1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે 18ના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, આ બધા જ મોત અમદાવાદમાં થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 51091 ટેસ્ટ કરવામાં આવ્યા, 3301 પોઝિટિવ અને 47790 કેસ નેગેટિવ આવ્યા છે.
વધુમાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 27 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 2810 લોકો સ્ટેબલ છે