ગુજરાતમાં છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 256 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 17 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 282 લોકો સાજા થયાં છે.
જેમાં અમદાવાદમાં 182, આણંદ 5. બનાસકાંઠા 11, ભાવનગર 5, છોટાઉદેપુર 2, ગાંધીનગર 4, મહીસાગર 1, નવસારી 1, પંચમહાલ 2, પાટણ 1, સુરત 34, સુરેન્દ્રનગર 1 અને વડોદરામાં 7 કેસ નોઁધાયા છે. રાજ્યમાં કુલ 3071 દર્દીઓ નોઁધાયા છે. તૈ પૈકી 30 વેન્ટિલેટર પર છે અને 2616 દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યાર સુધીમાં કુલ 133ના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 6 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 1, વડોદરામાં 1 અને આણંદમાં 1 દર્દીનું મોત થયું છે.
અમદાવાદમાં કોરોનાનાં કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે છેલ્લા 24 કલાકમાં 182 કેસ નોંધાતા કુલ 2003 કેસ થયા છે જ્યારે આજે વધુ 3ના મોત થતાં કુલ મૃત્યુઆંક 86 થયો છે.