ગુજરાતમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 191 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજરોજ 7 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 265 લોકો સાજા થયાં છે. અમદાવાદમાં નવા 169 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 2815 પહોંચી છે. આજે અમદાવાદમાં 14 જ્યારે સુરતમાં 1 દર્દીનું મોત નિપજ્યું છે. જ્યારે હાલમાં 29 દર્દીઓ વેન્ટિલેટર પર છે અને 2394 લોકો સ્ટેબલ છે.
આજના કેસ
અમદાવાદ 169
સુરત 6
વડોદરા 5
આણંદ 3
ગાંધીનગર 1
ભાવનગર 2
બોટાદ 1
પંચમહાલ 3
વલસાડ 1