ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોનાના કુલ કેસો અંગેની વિગતવાર જાણકારી આપવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 217 કેસ નોંધાયા છે. આ સાથે જ 79 લોકો સાજા થતાં તેમને ઘરે જવા દેવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં 258 લોકો ડિસ્ચાર્જ થયાં છે.
રાજ્યમાં આજે વધુ 9 લોકોના મોત થતાં કુલ મૃત્યુઆંક 112 થયો છે. હાલ રાજ્યમાં 28 દર્દીઓ વેન્ટિલેટર પર છે જ્યારે 2226 લોકો સ્ટેબલ છે.વધુમાં તેમણે કહ્યું રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 42384 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 2624 રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે તો 39760 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
રાજ્યમાં આજના કેસની વિગત
અમદાવાદ 151
આણંદ 3
અરવલ્લી 1
ભરૂચ 5
ભાવનગર 1
બોટાદ 2
ગાંધીનગર 1
ખેડા 2
પંચમહાલ 1
સુરત 41
વડોદરા 7
વલસાડ 1
દાહોદ 1