ગુજરાતમાં વધુ 104 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોવાની માહિતી રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આપી હતી. જેથી રાજ્યમાં કુલ કોરોનાગ્રસ્ત દર્દીનો આંકડો 1376એ પહોંચ્યો છે. આજે અમદાવાદમાં સૌથી વધુ 96 કેસો નોઁધાતા નવો આંકડો 862 થયો છે. રાજ્યમાં આજે 5 કોરોના પોઝિટિવના મોત થયા છે જે સાથે કુલ મૃત્યુઆંક 53એ પહોંચ્યો છે. જ્યારે 5 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં 93 જેટલા દર્દીને સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં 10 દર્દી વેન્ટિલેટર પર છે.