ગુજરાત સરકારના આરોગ્ય અગ્રસચિવ ડૉક્ટર જયંતિ રવિની બદલી કરવામાં આવી છે. વર્ષ 1991 બેચના ગુજરાત કેડરનાં IAS જયંતિ રવીને તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવવવામાં આવ્યાં છે. ઘણાં સમયથી જયંતિ રવિની બદલીની અટકળો ચાલી રહી હતી. ગુજરાતના આરોગ્ય સચિવ જયંતિ રવિની અચાનક બદલી સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના મહામારીના સેકન્ડ વેવમાં અવ્યવસ્થાનો ટોપલો જયંતિ રવિ પર ઢોળાતા તેમની બદલી થઇ હોવાનું સ્વર્ણિમ સંકુલના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, 17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા જયંતિ રવિ 1991ની બેચના આઈએએસ અધિકારી છે. 15 સપ્ટેમ્બર, 1991ના રોજ તેમણે આઇએએસ તરીકેની પોતાનો પદભાર સંભાળ્યો હતો. જયંતિ રવિએ ઈ-ગવર્નન્સમાં પીએચ.ડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કર્યું છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં તેઓ એમ.એસ.સી (માસ્ટર ઑફ સાયન્સ) થયાં છે. માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશનનો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે. લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે.