ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આજે 410 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 21505 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.
જણાવી દઈએ કે, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 18 દર્દીના મોત થયા છે. આજે અમદાવાદમાં 12, સુરતમાં 3, ગાંધીનગરમાં 2 અને સુરેન્દ્રનગર જિલ્લામાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1754 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1391ના મોત થયા છે. રાજ્યના કુલ 29578 કેસ પૈકી 19839 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં 6318 એક્ટિવ કેસ છે. 6252 દર્દી સ્ટેબલ છે જ્યારે 66 દર્દી વેન્ટિલેટર પર છે.