ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આપેલ જાણકારી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1033 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ આજે વધુ 1083 દર્દી સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 62579 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાના કારણે 15 દર્દીના મોત થયા છે. આજે સુરતમાં 3, અમદાવાદમાં 3, રાજકોટમાં 2, ભાવનગરમાં 2, વડોદરામાં 2, મોરબીમાં 2 અને ગીર સોમનાથ જિલ્લામાં એક દર્દીનું મોત નિપજ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2802 દર્દીના મોત કોરોનાને કારણે થયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 1663ના મોત થયા છે. રાજ્યના કુલ 79816 કેસ પૈકી 29162 કેસ માત્ર અમદાવાદના છે જે તંત્ર માટે ચિંતાનો વિષય છે. હાલમાં રાજ્યમાં 14435 એક્ટિવ કેસ છે. 14366 દર્દી સ્ટેબલ છે જ્યારે 69 દર્દી વેન્ટિલેટર પર છે.