કોરોના વાયરસની બીજી લહેર કમજોર પડતાંની સાથે અન્ય ઘાતક બિમારી બ્લેક ફંગસ ફેલાઇ રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 8848થી વધુ કેસ નોંધાયા છે જ્યારે ગુજરાતમાં તેનો આંકડો 2281 છે. રાજ્યમાં 70 દર્દીઓના આ રોગના કારણે મોત થયાં છે. સમગ્ર દેશમાં ગુજરાત આ મહામારીમાં પ્રથમક્રમે છે.
બ્લેક ફંગસ રોગને 10થી વધુ રાજ્યોએ મહામારી તરીકે જાહેર કર્યો છે ત્યારે વધતા જતા કેસો વચ્ચે ગુજરાત પછી 2000ના આંકડા સાથે મહારાષ્ટ્ર બીજાનંબરે આવે છે. દેશના 15 રાજ્યોમાં આ મહામારીએ માથું ઉચક્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતમાં આ મહામારીના કારણે 200 દર્દીના મોત થયાં છે. દેશમાં સૌથી વધુ કેસ ગુજરાત અને મહારાષ્ટ્રમાં છે. રાજસ્થાનમાં 700 અને મધ્યપ્રદેશમાં 575 કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસ સામેની લડાઇમાં આ સૌથી મોટો પડકાર છે. કોરોના દર્દીઓમાં વધુ પડતા સ્ટિરોઇડના કારણે બ્લેકફંગસ લાગુ પડે છે.