Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત સરકારનું એસટી નિગમ સરકારના 2800 કરોડ પણ ચૂકવતું નથી. એસટીમાં ભાડા વધારો કરાય છે છતાં એસટી નિગમ ખોટ કરે છે. જો કે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો એકમાત્ર વિકલ્પ હોવાથી સરકાર આ ખોટને સરભર કરી આપતી હોય છે. એસટી નિગમને સરકારે આપેલી લોન, લોનનું વ્યાજ, પેસેન્જર ટેક્સની આવક, મોટર વ્હિકલ ટેક્સ અને બીજી રકમ મળી સરકારને નાણાં આપતું નથી. ખોટ કરતી એસટી માટે જવાબદાર ભ્રષ્ટ રાજકારણીઓ છે.

સરકારને રૂ.2778.96 કરોડ લેવાના નિકળે છે. જેમાં લીધેલી લોનના 2055.38 કરોડ લેવાના બાકી છે. તેનું વ્યાજ  668.22 કરોડ રૂપિયા છે. મુસાફ વેરાના રૂ.35.31 કરોડ, મોટર વ્હિકલ ટેક્સના રૂ.19.65 કરોડ ભર્યા નથી.

છેલ્લા પાંચ વર્ષમાં એસટી નિગમે સરકારને 1461 કરોડનો પેસેન્જર ટેક્સ ચૂકવ્યો છે. મોટર વ્હિકલ ટેક્સના 25.44 કરોડ આપ્યાં છે અને લોન ભરપાઇ પેટે 370.05 કરોડ ચૂકવ્યા છે. એસટી નિગમ સરકારી કાર્યક્રમો માટે એસટી બસો ભાડે આપે છે. સરકારના જે તે વિભાગો ભાડાની રકમ ચૂકવવા પણ અક્ષમ્ય વિલંબ કરે છે. સરકારના સાત વિભાગોએ એસટીને બાકી નિકળતાં લેણાં ચૂકવ્યાં નથી. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ