રાજ્યમાં પાણીની તંગીના સમાચાર બાદ લોકો પીવાના પાણી માટે પણ ચિંતીત હતા. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને રાહત આપતા જણાવ્યું છે કે રાજ્યમાં કોઇને પીવાના પાણીની સમસ્યા નહી થાય. રાજ્ય પાસે પુરતુ પાણી છે, 31 જુલાઇ સુધી પીવાના પાણી માટેનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. જેમાં પીવાના પાણીમાં ક્યાંય કોઇને તકલીફ ના પડે તે અંગેની વ્યવસ્થા રાજ્ય સરકારે બનાવી છે.