રાજ્યમાં કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે જાહેર સ્થળો જેમ કે મોલ અને થીયેટર્સને બંધ રાખવાની વિપક્ષ કોંગ્રેસની માંગને ગુજરાત સરકારે બુધવારે ફગાવી છે. કોંગ્રેસના ધારાસભ્યના સુચનનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે મોલ અને થીયેટર્સ બંધ કરીને કોરોના વાયરસથી લોકોમાં કોઈ ફફડાટ ફેલાવવાની જરૂર નથી. પ્રવર્તમાન તબક્કે રાજ્યમાં કોઈ જ ગભરાટ ઊભો કરવાની જરૂર નથી. રાજ્ય સરકાર કોરોના વાયરસ સામે લડવાની તમામ પગલાંઓ લઈ રહી છે.