લઘુ અને મધ્મય ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર ઈ-કોમર્સ પ્લેટફોર્મ બનાવવા જઈ રહી છે. ઉચ્ચ સરકારી અધિકારીના જણાવ્યા મુજબ વાયબ્રન્ટમાં અને પ્રિ-બજેટ ડિસ્કશનમાં ઉદ્યોગકારો એવી માગ કરતાં હતા કે ઈ-કોમર્સનું એવું પ્લેટફોર્મ હોય જેનાથી ચીજવસ્તુઓ અને સેવાઓનું ઓનલાઈન ખરીદ-વેચાણ થઈ શકે. ઉદ્યોગકારોની આ માગણીને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય કર્યો છે.