આજે(31 મે)ના ગુજરાતના મુખ્ય સચિવ જે.એન.સિંઘ વય નિવૃત્ત થઇ રહ્યા છે. જોકે, રાજ્ય સરકારે જે.એન.સિંઘને 6 મહિનાનું એક્સટેન્શન આપવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે સરકારની ગૂડબુકમાં સ્થાન ધરાવતા જે.એન.સિંઘને છ મહિનાનું એકસ્ટેન્શન અપાવવા માટે રાજ્ય સરકારે કેન્દ્રને ભલામણ કરી હતી.