Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ખાનગી હોસ્પિટલો કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે લાખો રૂપિયા ઉઘરાવી શકે નહીં તે પ્રકારના ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે કોરોનાં સારવાર માટે ખાનગી હોસ્પિટલોની ફી નિર્ધારિત કરી છે.

ગુજરાત સરકારે કોરોનાની સારવાર માટે જાહેર કરેલી ફી પ્રમાણે ખાનગી કોરોના હોસ્પિટલના વોર્ડમાં ગવર્મેન્ટ બેડનાં 4500 અને પ્રાઇવેટ બેડનાં 10,000 રૂપિયા નક્કી કરાયા છે. HDUનો ગવર્મેન્ટ બેડનો ચાર્જ 6,750 અને પ્રાઇવેટ બેડનો 14,000 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આઇસોલેશન + ICUનો ગવર્મેન્ટ બેડનો ચાર્જ 9,000 અને પ્રાઇવેટ બેડ ચાર્જ 19,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.

આ સિવાય વેંટીલેશન + આઇસોલેશન + ICUનો ગવર્મેન્ટ બેડનો ચાર્જ 11,250, જ્યારે પ્રાઇવેટ બેડનો ચાર્જ 23,000 નક્કી કરાયો છે. આ ભાવોમાં બે ટાઈમ ભોજન, ચા અને નાસ્તાનો પણ સમાવેશ થાય છે. સ્પેશ્યલ ડોક્ટર વિઝીટ, ડાયાલીસીસ અને સ્પેશિયલ લેબ ટેસ્ટનો ચાર્જ અલગ ગણાશે.

નોંધનીય છે કે, હાઈકોર્ટે આદેશ કર્યો હતો કે, સામાન્ય માણસને પણ પરવડે તેવી વ્યાજબી ફી કેટલી રાખવી તે અંગે નિર્ણય સરકાર કરે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ