કોરોના સંકટના પગલે 3 મેં સુધી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 20 એપ્રિલ બાદ કેટલાક ક્ષેત્રોમાં લૉકડાઉનમાં છૂટ આપવાની જાહેરાત પોતાના સંબોધનમાં કરી હતી. આથી આવતી કાલથી દેશના અનેક રાજ્યોમાં આર્થિક ગતિવિધિઓ શરૂ થઈ જશે, ત્યારે ગુજરાત સરકારે પણ આ દિશામાં મહત્વનો નિર્ણય લીધો છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, રાજ્યમાં આગામી 20 એપ્રિલ સોમવારથી માત્ર નગરપાલિકા અને મહાનગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે. આ ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી આવા એકમોના કામદારોને ફેક્ટરી પ્રીમાઇસિસમાં જ રહેવાની વ્યવસ્થા અને બને એટલી ઓછી અવરજવર થાય તેની તકેદારી રાખવાની રહેશે.