તીડ પ્રભાવિત વિસ્તારોમાં સરકારે ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે 18મી ડિસેમ્બર-2019ના દિવસે બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓમાં રાજસ્થાન અને પાકિસ્તાનની દિશામાંથી કરોડોની સંખ્યામાં થયેલા તીડના આક્રમણથી આ વિસ્તારના ધરતીપૂત્રોના ઉભા પાકને વ્યાપક નુકશાન થયું હતું. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ સહાય પેકેજની વિગતો આપતાં જણાવ્યું હતું કે રાજ્યની સંવેદનશીલ સરકારે તીડના આક્રમણને પગલે પાક નુકશાન પામેલા ધરતીપુત્રો માટે 31.45 કરોડ રુપિયાનું સહાય પેકેજ જાહેર કર્યું છે. સર્વે હાથ ધરીને નુકસાનીવાળા વિસ્તારના અંદાજે 11 હજારથી વધુ ખેડૂતો માટે આ પેકેજ જાહેર કરેલું છે.