લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે વીજ ગ્રાહકોને મોટી રાહત આપતો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે વીજ ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે જાન્યુઆરીથી માર્ચના ફ્યુઅલ સરચાર્જમાં 50 પૈસાનો ઘટાડો કર્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે કોલસા અને ગેસના ભાવમાં ઘટાડાને પરિણામે ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઓક્ટોબર મહિનાથી ડિસેમ્બર દરમિયાન રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા વીજ ગ્રાહકો પાસેથી પ્રતિ વીજ યુનિટ 3.35 રુપિયા વસુલાતા હતા.જો કે હવે તે ઘટાડીને 2.85 પ્રતિ યુનિટ કરવાનો નિર્ણય લીધો છે. ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આ અંગેની જાહેરાત કરી છે. આ નિર્ણયથી 1.70 લાખ ગ્રાહકોને ત્રિમાસિક ગાળામાં 1340 કરોડની બચત થશે.