ગુજરાત સરકારે IAS-IPS અધિકારીઓને સોશિયલ મીડિયા (Social media) પ્રોફાઇલ લોક રાખવા સૂચના આપી છે. સોશિયલ એકાઉન્ટ હેક થતાં સરકારે માર્ગદર્શિકા (guidelines) જાહેર કરી છે. સરકાર દ્વારા અધિકારીઓને પ્રોફાઇલ ચેક કર્યા પછી જ અજાણ્યાની રિકવેસ્ટ સ્વીકારવામાં જણાવવામાં આવ્યુ છે. અન્યોને તાલીમ આપતા અધિકારીઓને પણ ગઠિયાઓથી ચેતવા સલાહ આપવામાં આવી છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા IAS-IPS માટે 10 મુદ્દાની ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેમાં અધિકારીઓએ શું કરવુ અને શું ન કરવુ તે અંગે માહિતી આપવામાં આવી છે. અધિકારીઓને તેમના નામે બનેલા ફેક એકાઉન્ટની માહિતી આપવા પણ આદેશ આપવામાં આવ્યુ છે. IPS હસમુખ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક થયા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે છેલ્લા વર્ષમાં IPS-IASના સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક થવાની અનેક ઘટના બની છે.