માર્ચ ૨૦૧૯માં ગુજરાત હાઇકોર્ટે એક કેસમાં આપેલા ચુકાદાને પડકારતી અપીલ કરવામાં એક વર્ષ કરતાં વધુનો વિલંબ કરતાં નારાજ થયેલી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને રૂ.૨૫,૦૦૦નો દંડ ફટકારી આળસ અને બેદરકારી માટે આકરી ઝાટકણી કાઢી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલે અત્યંત લાપરવાહી સાથે સુપ્રીમ કોર્ટ સમક્ષ જવા માટે ગુજરાત સરકારની ટીકા કરી વિલંબના આધારે અપીલ રદ કરી નાખી હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટે અરજી રદ કરી નાખી છે તેના કારણે કશું થઈ શકે તેમ નથી તેવું બહાનું કાઢવા માટે સુપ્રીમ કોર્ટ તરફથી મુક્તિ મેળવવા માટે આ પ્રકારના સર્ટિફિકેટ કેસો દાખલ કરાતાં હોય છે. હાઇકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાને પડકાર આપવામાં ગુજરાત સરકારે ૪૨૭ દિવસનો વિલંબ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા ફક્ત કરવા ખાતર આ અરજી કરવામાં આવી છે અથવા તો અપીલ કરવામાં જાણીજોઈને વિલંબ કરનારા અને સરકારી પ્રક્રિયા પૂરી કરવામાં નિષ્ફળ ગયેલા અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરાયો છે. અમે આ પ્રકારની વિલંબની પ્રક્રિયાને સારી રીતે જાણીએ છીએ.