Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગાંધીનગર ખાતે પાક વીમા અને પાક નુકસાન અંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં કૃષિ મંત્રી આર.સી ફળદુ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં કમોસમી વરસાદના પગલે ભારે નુકસાન થયું છે. જેની સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જે ખેડૂતે પાક વીમો નથી લીધો તેને પણ સહાય આપવાની સરકારે જાહેરાત કરી છે. મહા વાવાઝોડને લઇને નુકસાનની ભીતિ હતી પરંતુ આ વાવાઝોડું ટળી ગયું છે તેનાથી કોઇ નુકસાન નથી થયું. પરંતુ જ્યારે આ વાવાઝોડાના કારણે તૈયાર પાકને નુકસાન થયું હોય ત્યાં સર્વેની કામગીરી ચાલી રહી છે. કૃષિ વિભાગે 5 લાખ હેક્ટર કરતા વધુ જમીન પર સરવેની શરૂઆત કરી છે. 3 લાખ હેક્ટર જમીન પર સર્વે પૂર્ણ થઇ ચૂક્યો છે. 

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે પાક વીમાનું રક્ષણ મેળવવાનો ખેડૂતનો અધિકાર છે. વાવેતર ન થયું હોય તેવા કિસ્સામાં પણ સહાય મળે છે. પાક ઉગ્યા બાદ નુકસાનના કિસ્સામાં પણ સહાય મળે છે. ક્રોપ કટિંગમાં ઉત્પાદનની ઘટમાં પણ સહાય મળે છે. પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને લાભ મળે તે જરૂરી છે. વીમા કંપનીઓ સાથે સરકાર સંપર્કમાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ