છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં દારૂબંધી (Gujarat Liquor Ban) હટાવવામાં આવે તેવો ગણગણાટ શરૂ થયો છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા (Shankarsinh Vaghela)એ નિવેદન આપતા ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવાની માંગણી કરી હતી. જે બાદમાં સોશિયલ મીડિયા (Social Media) પર અનેક લોકોએ આ મામલે પોતાનું મંતવ્ય રજૂ કર્યાં હતાં. બીજી તરફ આજે ગાંધી જયંતિ (Gandhi Jayanti)ના દિવસે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા (Pradipsinh Jadeja)એ ગુજરાતમાંથી દારૂબંધી હટાવવામાં નહીં આવે તેવું નિવેદન આપ્યું હતું. ગોધરા ખાતે ગાંધી જયંતિ નિમિત્તે રાજ્ય ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નશાબંધી સપ્તાહનો પ્રારંભ કરતાની સાથે સાથે વિવિધ લોકાર્પણ કાર્યક્રમ યોજાયા હતા.
દરમિયાન પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતમાં દારૂબંધી અંગે સૌથી મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, "કેટલાક લોકો ગુજરાતમાં દારૂબંધી હટાવવાની વાતો કરે છે, પરંતુ આવું શક્ય નથી.