રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસને લઈને શુક્રવારે મુખ્ય સચિવે કોરોનાથી પ્રભાવિત જિલ્લાના કલેક્ટર સાથે બેઠક કરી હતી. તેના બાદ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, ગુજરાતમાં ફરી આંશિક લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી હતી કે, રાજ્યમાં આંશિક લોકડાઉન કે નિયંત્રણ લાગી શકે છે પરંતુ આ મુદ્દે રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં ફરીથી લોકડાઉનની કોઈ સંભાવના નથી.
રાજ્ય સરકારે લોકડાઉનની ચર્ચા મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ફરી લોકડાઉનની કોઈ શક્યતા નથી. ફરીથી લોકડાઉન લાદવાની વાત અફવા છે. મુખ્ય સચિવની કલેક્ટરો સાથેની બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. લોકડાઉન અંગે કોઈ ચર્ચા કરવામાં આવી નહોતી.