કોરોના વાયરસના કારણે ગુજરાત સરકાર સજ્જ છે. અત્યાર સુધીમાં સરકારે પ્રજાલક્ષી કેટલાક નિર્ણયો લીધા છે ત્યારે આજે વધુ એક નિર્ણય લેવાયો છે. ગાંધીનગરમાં CMની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11માં માસ પ્રમોશન અપાશે એટલે કે તેમને પરીક્ષા વિના જ પાસ કરી દેવાશે.
કોરોનાના પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓને લોકડાઉન જાહેર કર્યા છે. ત્યારે શિક્ષણ વિભાગે હાલ મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં ધોરણ 1થી 8માં વિદ્યાર્થીઓને ડીટેન્શન નીતિ આ વર્ષે લાગુ પડશે નહીં, તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવશે. જોકે આવતા વર્ષથી ડીટેન્શન નીતિનો અમલ કરવાનો રહેશે. આજ રીતે ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવામાં આવશે.
શિક્ષણ વિભાગના 4-2-2020ના ઠરાવની જોગવાઈ પ્રમાણે નવુ શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનું રહેતું હતું તેના બદલે અગાઉ મુજબ વેકેશન પૂર્ણ થયા બાદ નવું સત્ર શરૂ કરવાનું રહેશે.