ગુજરાત સરકારે નાના વેપારીઓ, કારીગરો, રેકડીવાળા અને વ્યવસાયકારીઓ આગળ વધે તે માટે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના જાહેર કરી છે, જેમાં 10 લાખથી વધુ લોકોને તેનો લાભ મળશે. આ યોજનામાં વ્યક્તિને એક લાખ રૂપિયાની લોન આપશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનતાજોગ સંદેશો આપતાં કહ્યું હતું કે ઘણાં રાજ્યોએ પાંચ હજાર રૂપિયાની જાહેરાત કરી છે પરંતુ તેનાથી કંઇ થાય નહીં.
ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે એક લાખ રૂપિયાની લોન માત્ર બે ટકાના દરે અપાશે. કોઓપરેટીવ સોસાયટીઓ અને સહકારી બેન્કો તેમજ ક્રેડીટ સોસાયટીઓ સાથે મળીને આ યોજના બનાવી છે. મુખ્યમંત્રીએ કહ્યું છે કે લોન લેનારે 2 ટકા ઇન્ટરેસ્ટ વ્યક્તિએ આપવાનું રહેશે જ્યારે 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચૂકવશે. વ્યક્તિએ ત્રણ વર્ષના માત્ર છ ટકા વ્યાજ રહેશે જ્યારે 18 ટકા વ્યાજ સરકાર ભોગવશે.
રૂપાણીએ કહ્યું કે લોન લેનાર વ્યક્તિને છ મહિના સુધી હપ્તો કે વ્યાજ ચૂકવવામાં આવશે નહીં. લોન લેવામાં કોઇ પ્રકારનું તારણ કે ગેરંટી નથી. અમે બેન્કો સાથે ચર્ચા કરી છે. સહકારી બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓ માટે આ લોન મળશે. રાજ્યની 220 સહકારી બેન્કો છે અને 1000 શાખાઓ છે.