Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આ સંકટના સમયમાં ફ્રન્ટલાઈનમાં ઉભેલા ‘કોરોના વોરિયર્સ’ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વ નિભાવી રહ્યા છે. ત્યારે ગઈ કાલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક અગત્યનો નિર્ણય લેતા ‘કોરોના વોરિયર્સ’ માટે પ્રોત્સાહન પગારની જાહેરાત કરાઈ હતી. ત્યારે ગુજરાત સરકાર દ્વારા પણ આ જ જાહેરાત કરવામાં આવી છે.

કોરોનાની સારવાર માટે સરકારી કોવિડ-19 હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર માટે દિવસ રાત કામ કરતા ‘કોરોના વોરિયર્સ’ જેવા કે ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને અન્ય અધિકારી-કર્મચારીઓને રાજ્ય સરકાર વિશેષ પ્રોત્સાહન પગાર આપશે. સંપૂર્ણ નિષ્ઠાથી કોરોના દર્દીઓની સેવાઓ કરી રહેલા મેડિકલ અને પેરામેડિકલ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય લીધો છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ આજે આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યુ હતું કે, કોરોનાના દર્દીઓ સાથે સીધા સંપર્કમાં રહીને નિદાન, તપાસ અને સારવાર આપતા ડોક્ટરો, પેરામેડિકલ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ, લેબ ટેકનીશીયન તેમજ કોરોનાના શંકાસ્પદ દર્દીઓના નમૂના લેવાની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ કે જેમણે 30 દિવસ કે તેનાથી વધારે દિવસો સુધી આ કામગીરી કરી હોય તેમના આ સમર્પિત ભાવને પ્રોત્સાહિત કરવા ખાસ પ્રોત્સાહક માનદવેતન આપવાનો મુખ્યમંત્રી રૂપાણીએ નિર્ણય કર્યો છે.

વર્ગ-1 અને વર્ગ-1 સંવર્ગના તબીબી અધિકારીઓને પ્રોત્સાહન રૂપે રૂ. 25,000નું માનદ મહેનતાણું આપવામાં આવશે. નર્સિંગ સ્ટાફ, લેબ આસિસ્ટન્ટ સહિત વર્ગ-૩ના કર્મચારીઓને રૂ. 15,000નું માનદ પ્રોત્સાહક મહેનતાણું અપાશે. વર્ગ-4 સંવર્ગમાં ફરજ બજાવતા કર્મચારીઓને રૂ. 10,000નું માનદ મહેનતાણું અપાશે. જ્યારે આઉટસોર્સિંગ અને ફિક્સ પગારમાં સેવા આપતા કર્મચારીઓને રૂ. 5,000નું માનદ મહેનતાણું પ્રોત્સાહન તરીકે અપાશે. તેમની સેવાઓની કદર કરીને આ પ્રોત્સાહક મહેનતાણું એક વખત એટલે કે સિંગલ ટાઈમ અપાશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ